________________
૧૩૬
ધર્મવાર ઉપાધ્યાય સરદારીલાલજી, લા. મેલામલજી ચૌધરી, લા. તિલકચંદજી, લા. મુલખરાજજી, લા. લક્ષ્મીચંદજી, લા. વિશનલાલજી, લા. દેવીદયાલજીના પુત્ર સરદારીલાલજી તથા લા. ગેપાળશાહનાં ધર્મપત્ની કેસરેદેવી, લા. લધેશાહનાં ધર્મ પત્ની અને લા. પાલામાલનાં ધર્મપત્ની વગેરે નામે ઉલ્લેખનીય છે. આ ભાઈબહેનને ચિત્યવંદન-વિધિ તથા ગુરુવન્દન-વિધિ શીખવવામાં આવી.
સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓએ વિન નાંખવાની ભારે કોશીશ કરી પણ ગુરુકૃપાથી બધું વ્યર્થ ગયું. સ્થાનકવાસી સાધુ શ્રી લાલચન્દજીએ તે લાલ રામચન્દ્રજીને પિતાના મકાનમાં પૂજેરાના સાધુને રાખવા માટે ઠપકો આપ્યો પણ તેમણે તે ઉલટું એમ કહ્યું કે મહારાજ મકાન મારું છે, મહારાજશ્રી ચોમાસું રહે તેમ નથી પણ રહે તે હું તે મારા મકાનમાં તેમને ચોમાસું રાખીને મારી જાતને ભાગ્યશાળી માનીશ.
મહારાજશ્રીના વ્યાખ્યાનમાં હમેશાં પ્રત્યેક સંપ્રદાયનાં સેંકડે સ્ત્રીપુરુષે આવતાં હતાં. હિન્દુ ભાઈઓ ઉપરાંત મુસલમાન ભાઈએ પણ આવતા હતા. આ બધામાં અનાર અલીશાહ તો મહારાજશ્રીના ભક્ત બની ગયા હતા. એક દિવસ સભામાં તેમણે કહ્યું કે આ શહેરમાં એક સુન્દર જૈન મન્દિર બનેલું જોઉં અને તેમાં આ મહાત્માને બેઠેલા જેઉં તે મારા દિલમાં શાતિ થશે. જો કે મારા ઈસ્લામ ધર્મમાં મૂર્તિપૂજાને સ્થાન નથી પણ આ મહા
ભાના ઉપદેશના પ્રભાવથી મૂર્તિપૂજા પર મારી શ્રદ્ધા પાકી થઈ ગઈ છે.