________________
પદવીદાન સમારંભ
૧૩૫ ત્યાંથી વિહાર કરી આપ કિલાસ માસિંહ થઈને સનખતરા પધાર્યા. ત્યાંથી નારોવાળ થઈ પાછા સનખતરા થઈ જન્મે આવ્યા. રસ્તામાં એક હડતાલ નામનું ગામ આવે છે. અહીં અલવરના એક રજપૂત અને મુસલમાન બન્ને રહે છે. આપે બન્નેને ઉપદેશ આપ્યો અને બન્નેએ આ
જીવન માંસ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી. સનખતરા, નારોવાલ અને જમ્મુમાં ગુરુકુળને માટે ૬૦-૬૦ રૂપીઆની તિથિ નક્કી કરવામાં આવી. જમ્મુથી પાછા ફરતા આપ શ્યાલકોટ એક માસ રહ્યા, અહીં મહાવીર જયંતિ ધૂમધામથી ઉજવી. લોકોએ ઉત્સાહથી તૈયારી કરી. ગુજરાનવાલા નારેવાલ, સનખતરા આદિ શહેરોથી ઘણું ભાઈબહેને આવ્યાં હતાં. નગરમાં ઉત્સવની ઠીક ધૂમ મચી. આપે મહાવીર સ્વામીના જીવન પર સમાપયેગી વ્યાખ્યાન આપ્યું. લેકેને ખૂબ આનન્દ થયો. સનખતરાનિવાસી લાલા પરમાનન્દજી ગડ તથા નારોવાળના લાલા મંજૂશાહે લાડુઓની પ્રભાવના કરી અને ગુજરાનવાલાના સજજનેએ બદામની પ્રભાવના કરી.
ચૈત્ર શુદિ ૧૫ના રોજ નારાવાલથી શ્રી સિદ્ધાચળને પટ મંગાવીને પટની યાત્રા કરી તથા શ્રીસંઘ સાથે ચૈત્યવંદન કર્યું. અહીં એક નવીન કાર્ય પણ થયું કે અહીંના કેટલાક સ્થાનકવાસી શ્રાવકશ્રાવિકાઓએ મહારાજશ્રીના પવિત્ર હાથે વાસક્ષેપ ગ્રહણ કરવાનું સૌભાગ્ય મેળવ્યું. જેમાં લાલા નથુરામજીના સુપુત્ર લા. હરજસરાયજી, લા. લાભામલજી, લા. ખજાનચીલાલજી, લા. અમરનાથજી, લા.