________________
૧૩૪
ધર્મવીર ઉપાધ્યાય ૧૯૮૧ના માગશર સુદ પાંચમના દિવસે સવારે ગા વાગે આચાર્યપદ આપવામાં આવ્યું. ગૂજરાત-મારવાડ-પંજાબના હજારે ભાઈબહેનેએ આ ઉત્સવમાં ભાગ લીધો અને તે જ સમયે આપણું ચરિત્રનાયક શ્રી સેહનવિજયજી મહારાજશ્રીને ઉપાધ્યાયની પદવી આપવામાં આવી.
લાહોરથી વિહાર કરી ગુરુદેવની સાથે આપ ગુજરાનવાલા પધાર્યા. આ વખતને પ્રવેશઉત્સવ જેવા જે હતે. નગરના મુખ્ય મુખ્ય બજારે ધજાપતાકાઓથી ખૂબ સુશોભિત કરવામાં આવ્યા હતા. ગુજરાનવાલામાં આ વખતે એક અદ્વિતીય કાર્ય થયું–તેમને એ કાર્ય માટે ભારે ચિંતા હતી. પંજાબભરના કલ્યાણને માટે એ કાર્ય અતિ આવશ્યક હતું-શ્રીસંઘ પંજાબ એકઠો થયે હતે. હજારે રૂપીઆ એકઠા થયા હતા. શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ પંજાબ માટેની યોજના થઈ ગઈ હતી-વ્યાખ્યાનમાં તે માટે હમેશાં સિંચન થતું હતું–બધાજ તે માટે ઉત્સુક થઈ રહ્યા હતા. આ પ્રસંગે આચાર્યશ્રી અને ઉપાધ્યાયજી તેમજ મુનિ મહારાજશ્રી લલિતવિજયજી મહારાજશ્રીને શુભ પ્રયાસથી ગુરુકુળનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું–ગુરુદેવની અંતિમ ઈચ્છા ફળીભૂત થઈ.
ગુરુમહારાજશ્રીની આજ્ઞા લઈને આપ સંખતરા, નારેવાળ અને જમ્મૂ આદિ નગરમાં ધર્મપ્રચાર માટે પધાર્યા. ગુજરાનવાલાથી વિહાર કરી પ્રથમ પસરૂર પધાર્યા. ત્યાં સ્થાનકવાસી સજજનેએ આપને સત્કાર કર્યો. અહીં સાર્વજનિક વ્યાખ્યાન થયાં અને વ્યાખ્યાન પછી ત્યાંના સૂબેદારે તેઓશ્રીને ધન્યવાદ આપ્યા.