________________
ભાઇ-ભાઈ ને પિતાપુત્રમાં શાંતિ
૧૩૧
તથા પિતાજીને ઉઠાવવી પડી છે. હવે ભૂલી જાઆ. મારા જેવા સાધુનું માનેા ! ” અન્ને પીગળ્યા—બધાની મહેનતથી રાજીનામું થઈ ગયું.
ખાર બાર વર્ષના કલેશ હંમેશને માટે મટી ગયેા. શહેરના લેાકેા. અધિકારી વર્ગ બધા ચકિત થઈ ગયા. આ પ્રસગને ચમત્કાર માનવા લાગ્યા. ઘેરેઘેર આનંદ આનંદ થઈ રહ્યો. મહારાજશ્રીના આત્માને ખૂખ શાન્તિ થઈ.
અહીથી વિહાર કરી આપ લુધિયાના પધાર્યાં. અહી પણ મહાસભાના આજીવન સભાસદો થયા. સામાજિક સુધારા થયા.
અહીથી વિહાર કરી ફ઼િલાર, મિલગા આદિ નગરામાં થઈ શકર પધાર્યા, અહી ૧૫ દિવસ રહી શિખાની ધશાળામાં ઉપદેશ થવા લાગ્યા. ધર્મકથા સાંભળી હજારે લેાકેા આવવા લાગ્યા. અહીથી વિહાર કરી નિકાદર પધાર્યા. અહી આપના ઉપદેશથી ખ ંડેલવાલ જૈન મહાસભાની સ્થા
પના થઈ.
અહીથી વિહાર કરી મહારાજશ્રી જાલંધર, જડિયાલા આદિમાં ધર્મોપદેશ દેતા દેતા અમૃતસર પધાર્યા. ગુરુદેવ આ સમયે લાહેારમાં હતા. અહીથી જલ્દી વિહાર કરી ગુરુચરણેામાં મહારાજશ્રી લાહાર પધાર્યા.
ગુરુચરણામાં ગુરુભકતે વદ્યણા કરી. અન્નુની ધારા ગુરુદેવ અને શિષ્યની આંખામાંથી ઉછળી પડી.
અહી ગુરુદેવના ચરણેામાં ચાતુર્માસ થયું. શ્રી આત્માનંદ જૈન મહાસભાનું અધિવેશન ઉત્સાહપૂર્વક થયું.