________________
૧૩૦
ધર્મવીર ઉપાધ્યાય લા. તુલસીરામજી પિતાને પિતાની સમૃદ્ધિના સ્વામી માને છે. પુત્ર ગોકુળચંદજીમાં યુવાનીનું લેહી દડે છે. એટલે તે ગમે તે ભોગે પણ પિતાની વાત જતી કરવા તૈયાર નથી.” બીજા ગૃહસ્થ બોલ્યા. - “મારો આત્મા કહે છે કે મારે આ માટે પ્રયત્ન કરે.” મહારાજશ્રીએ આત્મભાવ જણાવ્ય.
“ઘણી ખુશીની વાત છે. પણ તેમાં સફળ ન થવાય તો આપ જેવા ગુરુની પ્રતિષ્ઠાનું શું”! એક ભાઈ બોલી ઊઠયા.
સફળતા મળશે જ, તમારે મારી સાથે પ્રયત્ન કરવાને રહેશે.” મહારાજશ્રીએ બધાને પિતાની સાથે લીધા.
“અમે તે હરેક વાતે તૈયાર છીએ.” બધા બોલી ઊઠયા.
મહારાજશ્રીએ પિતા-પુત્રને જુદા જુદા સમયે બેલાવ્યા. બન્નેની પાસે પોતાના હૃદયની આગ ઠાલવી. બન્નેને શરમાવ્યા. ભવિષ્યના જીવનને વિચાર આપ્યો. બે કડવા—મીઠા શબ્દ પણ કહ્યા અને છેવટે કહ્યું “લાલાજી! આપ તે બુઝર્ગ છે, સંપત્તિવાન છે, પુત્રના અહંભાવને તમારે વિચાર કરવાનું ન હોય. પિતા એ પિતા છે અને પુત્ર એ આખરે તે પુત્ર છે. તમે ભૂલી જાઓ.”
તેમણે પુત્રને સમજાવ્યા.
“ભાઈ ગોકુલચન્દજી! તમારી નિર્ભયતા મને ગમે છે. તમે જે વસ્તુને અન્યાય ગણે છે તે લાલાજીને મન છે જ નહિ. તમે વિચાર કરશે. બાર વર્ષમાં કેટલી પરેશાની તમારે