________________
ભાઈ–ભાઈ ને પિતા-પુત્રમાં શાંતિ
૧૨૭ શ્વેતાંબર જૈનેનાં ઘર તો ચાર જ છે, પણ આપના સ્વાગતમાં દિગમ્બર, શ્વેતાંબર સ્થાનકવાસી અને હિન્દુ-મુસલમાન ભાઈઓએ ભાગ લીધો હતો. સ્કૂલના દોઢસો જેટલા વિદ્યાર્થીઓએ સ્વાગતમાં ભાગ લીધે હતે.
અહીં ત્રણ સાર્વજનિક વ્યાખ્યાન આપ્યાં, ખાસ કરીને જૈન ધર્મ, આપણું કર્તવ્ય, દેવપૂજા વગેરે વિષયે ઉપર ખૂબ પ્રકાશ પાડ. બધી જાતિના લોકે આ વ્યાખ્યાનને લાભ લેતા હતા. ઘણા ભાઈઓએ માંસ મદિરાને ત્યાગ કર્યો અને અન્ય વ્યસનને પરિત્યાગ પણ ઘણાઓએ કર્યો.
પંદર દિવસ રહી અહીંથી અંબાલા છાવણીમાં આવ્યા. પહેલે દિવસે આપનું વ્યાખ્યાન દિગમ્બર જૈન મંદિરમાં થયું. બીજું દિગમ્બર ભાઈ એના આગ્રહથી સાર્વજનિક વ્યાખ્યાન થયું. તેમાં જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્તનું ખૂબ સરસ નિરૂપણ કર્યું તેમજ આર્યસમાજ તરફથી જૈન ધર્મ પર થતા આક્ષેપોનું નિરાકરણ ખૂબીપૂર્વક કરવામાં આવ્યું. અંબાલા શહેરથી ઘણુભાઈએ આવ્યા હતા. પં. હંસરાજ શાસ્ત્રી આ પ્રસંગે અહીં આવી પહોં
ગ્યા અને શાસ્ત્રીજીએ “જૈન ધર્મ અને વર્તમાન આર્ય સમાજ ” પર સુંદર સમાલોચના કરી.
અહીથી મહારાજશ્રી અખાલા પધાર્યા. થોડા દિવસ રહીને રાજપુરા થઈને આપ પતિયાલા પધાર્યા. અહીં સ્થાનકવાસી ભાઈઓનો સમુદાય અધિક છે. અગ્રવાલ ભાઈએનાં ઘર ઘણાં છે, ખંડેલવાલનાં ઘરે ત્રણ ચાર જ છે.
આ પ્રસંગે લુધિયાનાના બાબુ કૃષ્ણચન્દજી શર્મા