________________
૧૨૬
ધર્મવીર ઉપાધ્યાય પ્રતિષ્ઠાને પ્રબંધ પણ આ સેવક કરશે.” બીજા ભાઈ લા. કપુરચંદજી બોલ્યા.
ધન્ય! ધન્ય!
બાલાચારથી વિહાર કરી મહારાજશ્રી રેપિડ પધાર્યા હતા. ત્યાં ૧૫ દિવસ રહી ધર્મોપદેશ આપ્યો. જૈનહિન્દુ બધા ઉપદેશને લાભ લેતા હતા. અહીં આ બે ભાઈઓનો લેશ સાંભળી તેમને દુઃખ થઈ આવ્યું અને ઉપર પ્રમાણે તે કલેશની શાંતિ પણ થઈ
મહારાજશ્રીના પ્રયત્નથી કેટલાક નેતર ભાઈઓએ માંસમદિરાને ત્યાગ કર્યો. અહીંથી વિહાર કરી અનેક ગામમાં ધર્મપ્રચાર કરતા કરતા આપ અંબાલા પધાર્યા. અંબાલાના સંઘે મહારાજશ્રીનું ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.
અંબાલા પંજાબ જૈન સંઘનું કેન્દ્રસ્થાન ગણાય છે. અહીં એક વિશાળ મન્દિર છે. જૈન ગૃહસ્થનાં ઘર પણ ઘણાં છે. ઉપરાંત આત્માનંદ જૈન હાઈસ્કૂલ, જૈન કન્યા પાઠશાળા, લાઈબ્રેરી, આત્માનંદ જૈન ટ્રેકટ સોસાયટી તથા આત્માનંદ જૈન મહાસભાની કચેરી વગેરે ઘણી સંસ્થાઓ અહી ચાલે છે. હમણાં જ શ્રી આત્માનંદ જૈન કોલેજ શરૂ થઈ છે, તે આનંદની વાત છે.
મહારાજશ્રીએ અહીં કેટલાક સામાજિક સુધારા કર્યા. આત્માનંદજૈન મહાસભાના લાઈફમેમ્બરે મહારાજશ્રીના ઉપદેશથી થયા. અહીંથી મહારાજશ્રી સાઢેરા પધાર્યા. અહીં