________________
ભાઈ-ભાઈને પિતા-પુત્રમાં શાંતિ ધર્મ છે કે જ્યાં જ્યાં જવું ત્યાંને રોટલો હક કરે. હું આ સ્થિતિ નથી જોઈ શકતો.”
ગુરુવર્ય, આપની વાત બરાબર છે. અમે તે માટે બનતું કરીએ છીએ. બન્નેને મળીશું અને ગુરુકૃપાથી બધાં સારાં વાનાં થઈ રહેશે. આપ નિશ્ચિત રહેશે.”
મને તો તમારા જેવા ધર્મપ્રેમી અને ગુરુભક્ત આગેવાનોમાં પૂરી શ્રદ્ધા છે. તમારા કામમાં તમે સફળ
થાઓ.”
આગેવાનોને સાથે લઈ લા. ગંગારામજી બન્ને ભાઈ એને મળ્યા. મહારાજશ્રીની ચિંતા જણાવી અને બન્નેને સમજાવ્યા. બન્ને ભાઈઓને પણ આ બધી પરિસ્થિતિની અસર થઈ, હૃદય પીગળ્યાં અને સમાધાન માટે બન્ને રાજી થયા. બધા ઊઠીને ગયા ઉપાશ્રયે.
ગુરુવર્ય! આજે અમે કૃતાર્થ થયા. આપ જેવા ગુરુ તો આજે જ જોયા. આપને જે દુઃખ થયું છે તે માટે અમે ક્ષમા માગીએ છીએ.” ભાઈ દયારામજી હાથ જોડીને બોલ્યા.
“ભાઈઓ! હું તે નિમિત્ત માત્ર છું. એ ગુરુકૃપાનું ફલ છે. ધન્યવાદ તે મારે તમને આપવાનો છે અને ખાસ કરી લાલા ગંગારામજી અને લાલા જગતમલજી આ યશના ભાગીદાર છે.”
મહારાજ સાહેબ હું મારી દુકાનને ઉપરને ભાગ ઉપાશ્રય માટે શ્રી સંઘને અર્પણ કરું છું, અને મંદિરની