________________
IS.
રો
ભાઈ-ભાઈ ને પિતા-પુત્રમાં
શાંતિ
મહારાજ સાહેબ ! આપને વિચાર તે ઘણે સારો છે, પણ તે બન્ને કોઈનાથી માને તેવા નથી.” એક વૃદ્ધજને કહ્યું.
પણ લાલાજી! આ તે કાંઈ સારું કહેવાય ! દસ ઘરની જૈન વસ્તીમાં બે સગા ભાઈઓ લડે.” મહારાજશ્રીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.
“અમે તો ઘણાએ વારંવાર પ્રયાસ કરીએ છીએ, પણ બેમાંથી કોઈ માને ત્યારે ને!”
એવું તે શું કારણ છે કે વર્ષોથી આમ ચાલે છે!”
“કારણ તો કૌટુંબિક કલેશ. પણ એકબીજાને અંટસ પડી ગઈ એટલે પછી મેળ થાય જ શી રીતે !”
જુઓ લાલાજી! મને તે આ સાંભળીને ભારે