________________
આર્ય સમાજ પંડિતનું આકર્ષણ
૧૧૦ હોશિયારપુરથી લા. દોલતરામજી તથા ૨૦–૨૫ ભાઈ ઓ તથા જીરાથી લા. ઈશ્વરદાસ આદિ શ્રાવકે આપના દર્શનાર્થે આવ્યા હતા.
નાના એવા ગામમાં મહારાજશ્રીએ આઠ આઠ વ્યાખ્યાન આપીને જૈન ધર્મના સિદ્ધાંતને ઠીક ઠીક પ્રચાર કર્યો.
રાત્રિનો સમય હતો. મહારાજશ્રી પ્રતિક્રમણ કરીને શિષ્યો સાથે આવતીકાલના વિહાર માટે ચર્ચા કરતા હતા. શ્રાવક ભાઈએ મહારાજશ્રીને વિટળાઈ વળી હજી થોડા દિવસ વિશેષ લાભ આપવા વિનતી કરી રહ્યા હતા :
નમસ્કારમહારાજ ? ” એકાએક પાંચ સાત ભાઈઓને અવાજ આવ્યો.
ધર્મલાભ ! ” મહારાજશ્રીએ આવેલ ભાઈઓને બેસવા સૂચવ્યું.
સ્વામીજી મહારાજ ! આપ તે એકાદ દિવસમાં જવાના છે તેમ સાંભળ્યું છે!” એક ભાઈએ પૂછ્યું.
હા, હા, હવે તો જઈશું ને ! ઘણા દિવસ તમારા રોટલા ખાધા !”
સ્વામીજી, એમ કેમ કહો છે ! આપે તે આ નાના ગામમાં ભારે આંદેલન પેદા કરી દીધું છે.” બીજા ભાઈ બેલ્યા.
“સ્વામીજી ! આપ જાણે છે ને કે અમે આર્યસમાજી છીએ. અમે મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી છીએ.” ત્રીજા ભાઈએ સ્પષ્ટ કર્યું.