________________
કલક *
આર્ય સમાજ પંડિતોનું આકર્ષણ.
છે આ ર્યસમાજ મન્દિરના ખુલ્લા મેદાનમાં આપશ્રીએ ૮ દિવસ સુધી વ્યાખ્યાન આપ્યાં. આ વ્યાખ્યાનમાં સનાતન, આર્યસમાજી, સિખ અને મુસલમાનભાઈએ વગેરે બધાં સ્ત્રી-પુરુષ ઉત્સાહપૂર્વક આવતાં હતાં.
મહારાજશ્રી નીડર તથા સત્યના પ્રેમી હતા. તેમણે આર્યસમાજ મંદિરમાં જૈન ધર્મ અને ઈશ્વર તથા “મૂર્તિ પૂજા તથા જનધર્મને વિશ્વને સંદેશ” જેન ધર્મની વ્યાપકતા તથા સ્વતંત્રતા આદિ વિષયો પર સુન્દરતા પૂર્વક વ્યાખ્યાને આપ્યાં. લેકેએ ઉત્સાહથી તે સાંભળ્યાં, એટલું જ નહિ પણ બપોરના કે રાત્રિએ શંકાસમાધાનને માટે ઘણા ભાઈઓ આવતા હતા; તે બધાને શાંતિપૂર્વક દલીલથી સમજાવતા અને આપના ધેર્ય, શાન્તિ અને વિદ્વતાથી બધા ભાઈઓ આનંદિત થતા હતા.