________________
૧૨૦
ધર્મવીર ઉપાધ્યાય હા ભાઈ! હા ! હું તે બરાબર જાણું છું, અને તેથી જ તમારા આર્યસાજ મંદિરમાં મેં મૂર્તિપૂજા” વિષે જ ઠીકઠીક ચર્ચા કરી. કેમ–હવે તમને શું લાગે છે? જે તમે તે વિષે કાંઈ કહેવા માગતા હો તે વિના સંકેચે કહેશે.” મહારાજશ્રીએ શાંતિથી જવાબ આપે.
સ્વામીજી! અમે તે આપની વ્યાખ્યાન શૈલી, આપની દલીલ, આપને સર્વધર્મ સમભાવ અને આપની શાંત ગંભીર વાણી સાંભળી મુગ્ધ થયા છીએ.” એક ભાઈ બોલ્યા.
એટલું જ નહિ ! સ્વામીજી ! અમને તે આ વિષે કલપના પણ નહિ. અહીં જે ઉપદેશકે આવે છે તે તે જેરશેરથી પિતાના ધર્મની મોટી મોટી વાત કરે છે અને બીજાના ધર્મની બુરાઈ કરવામાં જરા પણ સંકેચ રાખતા નથી.” બીજા ભાઈ બોલ્યા.
“વળી સ્વામીજી ! આપની પ્રશાંત મુખમુદ્રા તેમજ વાણીની મીઠાશ અમે તે હજુ સુધી બીજે નથી જોઈ.” ત્રીજા ભાઈ બોલ્યા.
ભાઈ! એમાં કશું વિશેષ નથી. અમારે સાધુને ધમ જ કલ્યાણભાવના છે. ”
ધન્ય ધન્ય કહી મહારાજશ્રીને નમસ્કાર કરી ફરી દર્શન માટે વિનતિ કરી આર્યસમાજી ભાઈએ વિદાય થયા. શિખ્યા અને શ્રાવકે મહારાજશ્રીની નમ્રતા, શાંતિ અને ભવ્ય કાંતિ જોઈને આનંદિત થયા.