________________
કુરાને શરીફનું ફરમાન
૧૧૫ ગયા છે. આપની આજ્ઞા સિવાય તે કશું માનવા તૈયાર નથી. અમારો શ્રીસંઘ ઉપાધ્યાયજીની તબીયત માટે ચિંતાતુર છે. આપશ્રી આજ્ઞા ફેલાવે જ ઉપાધ્યાયજી માનશે. “આચાચશ્રીએ પરિસ્થિતિને વિચાર કરી આજ્ઞાપત્ર લખી આપે તથા શ્રીસંઘે પણ આગ્રહ કર્યો, ત્યારે ગુરુમહારાજની આજ્ઞા અને શ્રીસંઘના આગ્રહને માન આપ્યું.
જડિયાલામાં ચાતુર્માસ નિશ્ચિત થયા પછી આપ અમૃતસર પધાર્યા. અહીં શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબની કાર્યકારિણી કમીટીની બેઠક હતી. આપની સમક્ષ કમીટીનું કાર્ય સારી રીતે પાર પડયું.
અમૃતસરમાં આપ આઠ દિવસ રહી ફરી જડિયાલામાં પધાર્યા. આ સમયે સંઘે સમારોહપૂર્વક સ્વાગત કર્યું. ૧૯૮૦નું ચાતુર્માસ જડિયાલામાં થયું. આ ચાતુર્માસમાં ધાર્મિક કાર્યો ઉપરાંત કેટલાંક ઉલ્લેખનીય કાર્ય થયાં.
શ્રી આત્માનંદ જૈન મહાસભાનું ત્રીજું અધિવેશન પણ અહીં થયું. લાલા અગરમલ ખેરાતીરામ લેઢાએ શ્રી નવપદજીનું ઉદ્યાપન કરાવ્યું. આ માસમાં નવપદજીની ઓળીનું મહારાજશ્રીએ ૯ દિવસ મૌન રહી આરાધન કર્યું. આપના શિષ્ય સમુદ્રવિજયજીએ ઓળીના દિવસોમાં વ્યાખ્યાન વાંચ્યું.
ચાતુર્માસમાં જપ, તપ, ધ્યાન, સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, પ્રભાવના આદિ ધર્મકાર્ય સારી રીતે થયાં. બહારથી પણ ઘણું ભાવિક ગ્રહસ્થ આવ્યા હતા. જેના પ્રદીપના સંપાદક બાબુ જ્યોતિ પ્રસાદજી પણ આપના દર્શનાર્થ આવ્યા હતા.