________________
કુરાને શરીફનું ફરમાન
૧૧૩ “મહારાજ ! આ કુરાનેશરિફ તમે માની લે તે હું તમને ખુદા માનવા તૈયાર છું.”
લેકે તે બધા ચકિત થઈ ગયા ને લડાઈ થશે કે શું તેવું વાતાવરણ દેખાવા લાગ્યું.
ભાઈ ! હું તે દિવસરાત ખુદા બનવા માટે મહેનત કરી રહ્યો છું. પણ જ્યાં સુધી મારામાં ખુદી–સ્વાર્થ છે, ત્યાં સુધી કુરાનેશરીફ તો શું પણ વિશ્વના બધા ધર્મગ્રન્થ મને ખુદા નહી બનાવી શકે. મારામાંથી જ્યારે ખુદી સર્વથા નીકળી જશે ત્યારે હું પોતે ખુદા બની જઈશ. તે વખતે મને કોઈ નહિ રોકી શકે. વળી હું તો સત્યને પક્ષપાતી છું, જ્યાંથી સત્ય મળે ત્યાંથી લેવાને તૈયાર છું.”
લોકો તો મહારાજશ્રીની ધીરજ, શાન્તિ અને વાચાતુર્ય જે હેરાન થઈ ગયા. પેલા મુસલમાનભાઈ તે ચૂપચાપ સાંભળી જ રહ્યા.
મહારાજશ્રીએ આગળ ચલાવ્યું.
“સત્ય કઈ પણ ધર્મમાં, કઈ પણ મજહબમાં કે કોઈ સંપ્રદાયમાં હોય તો મને તેને સ્વીકાર કરવામાં કશી આપત્તિ નથી.
“ભાઈ, પણ કુરાનેશરીફ થોડું વાંચ્યું છે. જ્યાં સુધી હું સમજ્યો છું ત્યાં સુધી તેમાં ખુદાતાલાએ એજ ફરમાન કર્યું છે કે “મારા બન્દાઓ! તમે હંમેશાં પાક રહે, બધાની સાથે પ્યાર વર્તાવ કરે, બધા ઉપર પ્રેમ અને દયાભાવ રાખે. કઈ પણ જીવને સતાવે નહિ.”
આ સાંભળી તે ભાઈ તો મહારાજશ્રીને સલામ કરી