________________
કુરાનેશરીફનું ફરમાન
કસૂરથી વિહાર કરી મહારાજશ્રી પટ્ટીમાં પધાર્યા, અહીં પણ વ્યાખ્યાનમાં હિન્દુ-મુસલમાન ભાઈઓ કાફી સંખ્યામાં આવતા હતા અને પ્રેમથી વ્યાખ્યાન સાંભળતા હતા. મંડીથી પણ વ્યાખ્યાન સાંભળવા લેકે આવતા હતા.
એક દિવસ મહારાજશ્રી Úડિલ જઈને બહારથી ઉપાશ્રય તરફ આવતા હતા. રસ્તામાં એક લાંબી દાઢીવાળા મુસલમાને રસ્તે રોકી લીધા. તે વ્યાખ્યાનમાં પણ આવતા હતા. આ જોઈને લોકે પણ એકઠા થઈ ગયા.
કેમ ભાઈ!શું કામ છે ! આમ રસ્તો રોકવાનું તમારે શું કારણ છે!”