________________
૧૧૦
ધર્મવીર ઉપાધ્યાય પ્રયત્ન કર્યો છે. મારે ઉદ્દેશ કુસંપ દૂર કરી સંપની વૃદ્ધિ કરવાને છે—મારે નિર્ણય નીચે પ્રમાણે છે. ૧ પ્રથમ પરસ્પર ખમતખામણાં કરવાં ૨ કેઈપણ ભાઈ ગઈગુજરી કેઈપણ જગાએ યાદ ન કરે. ૩ બે તડ આજથી એક ગણાશે. શ્વેતાંબર જૈન સંઘની
એક જ પાટS ગણાશે. 4 આજથી કઈ સંઘની બહાર નહિ ગણાય. ૫ લાલા અમીચન્દજી પન્નાલાલજીએ એક સાધર્મિક
વાત્સલ્ય, અષ્ટ પ્રકારી પૂજા તથા પ્રભાવના કરવી. ૬ લાલા અમીચન્દજીના પક્ષ વાલાએ નવપદજીની પૂજા
અને પ્રભાવના કરવી જોઈએ. ૭ બીજા પક્ષવાળા ભાઈઓએ સત્તર ભેદી પૂજા તથા
પ્રભાવના કરવી જોઈએ લાલા અમીચન્દજી અમૃતસરવાલાએ એક સાલ સુધી પ્રભુ પૂજા કરવી. કેઈ કારણસર ન બને તો મંદિરજીમાં જઈને એક માળા જરૂર ગણવી. પરદે
શમાં કે બિમારીના સમયમાં અપવાદ. ૯ લાલા પ્રભુદયાળજી તથા લાલા પન્નાલાલજી એક
વર્ષ સુધી પ્રભુપૂજ કરે. પરદેશમાં તથા બિમારીના સમયમાં અપવાદ. સાધમિક વાત્સલ્યમાં તથા પ્રત્યેક ધર્મકાર્યમાં બધાને શામિલ કરવા જોઈએ. ભવિષ્યમાં કુસંપ ન થાય તે માટે શ્રી જૈન શ્વેતાંબર વિજયાનંદ કમીટીની સ્થાપના કરવી.
૧૧