________________
શાન્તિ અને જયંતી
૧૦૯ ઝગડા થાય જ ક્યાંથી? મને એ વાતનો આનંદ છે કે છેડા વખત પહેલાં કસૂરના શ્રી સંઘમાં કલેશના કારણે બે તડ થઈ ગયાં હતાં, તેને મિટાવી આપસમાં સુસંપ કરાવવાની જવાબદારી શ્રી સંઘે મારા પર નાંખી હતી. બન્ને પક્ષોએ આનંદપૂર્વક લખી આપ્યું છે કે અમારો આપસમાં જે ઝગડે છે, તેને અન્ત લાવવાને માટે તમે જે કાંઈ કરે તે અમને બધાને મંજૂર છે, તેમાં અમને કશે સંકોચ નહિ થાય. તેથી હું શ્રી સંઘ કસૂરને જે ઝગડે પડે છે તેને મારા હાથમાં લઉં છું. જો કે આ પ્રશ્ન દુનિયાદારીને છે, તેમાં સાધુઓનું કામ નથી પણ જમાનાની હાલત અને ધર્મકાર્યમાં વિદન આવતું જોઈને તેમજ કુસંપથી આપણા સમાજની હાનિ થતી નજરે જોતાં મારે આ મામલામાં પડવું પડયું છે, નહિ તે કશી જરૂર નહતી.
ભાઈઓ, મેં બન્ને પક્ષોની વાત સાંભળી છે તથા તેને ધ્યાનથી વિચારી છે. મારી બુદ્ધિ અનુસાર મેં તે બધી વાતો પર ઠીક ઠીક વિચાર કર્યો છે. મને લાગે છે કે અને પક્ષો પોતે પોતાની વાતે સિદ્ધ કરવા પ્રયાસ કરે છે. પણ બને પક્ષોની દલીલ નિર્બળ માલૂમ પડી છે. અને પિતાને સત્ય માને છે. ભૂલ તે બન્નેની છેડી ઘણી થઈ છે. તમે જાણે છે કે ન્યાયાધીશની પાસે જ્યારે કોઈ મુકરમો આવે છે, ત્યારે બન્નેના સાક્ષીઓ લેવાય છે. અને પોતાને સત્ય સાબીત કરવા પ્રયત્ન કરે છે, અને બન્ને પક્ષોને સાંભળી ન્યાયાધીશ વિચાર કરીને ન્યાયપૂર્ણ ફેંસલો આપે છે. હું ન્યાયાધીશ તે નથી પણ મેં બનેને ન્યાય આપવા