________________
૧૦૬
ધર્મવીર ઉપાધ્યાય
એલે, શું કહા છે ! મારે આજે જ ફ્રેંસલો જોઈ એ. ’ વાક્યે વાક્યે સભા પ્રશાંત થતી ગઈ. હૃદયનાં વાકયેાની જાદુઈ અસર થઈ. સ્ત્રીપુરુષાની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. આગેવાના ઊભા થઈ ગયા ને મેલ્યાઃ
“ ગુરુમહારાજ, આપશ્રી જે ફેસલા કરે તે અમને કબૂલમર છે. તમે બન્ને પક્ષને સાંભળીને જે ચુકાદો આપે! તે અમને શ્રીસંધને માન્ય છે. જયંતીના ઉત્સવ બધા આનંદથી ઉજવીશું. આપ નિશ્ચિંત રહેા.”
આખી સભા ખુશખુશાલ થઈ ગઈ. તાળીઓના ગડગડાટ વચ્ચે ગુરુદેવના જયની ઘેાષણા થઈ. જૈનેતર ભાઇએ આ દૈવી ફિસ્તાના મુખારિવંદનાં તેજકરણા જોઈ રહ્યા, મુગ્ધ થઈ ધન્ય ધન્ય પાકારવા લાગ્યા.
મહારાજશ્રીએ જયંતી પછી સ`ઘના પ્રશ્ન હાથ ધરવાના વિચાર દર્શાવ્યેા અને જયંતી માટે તૈયારીઓ થવા લાગી.
એક વૈષ્ણવ મંદિરના ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવામાં આબ્યા. મંડપને ખૂબ સુથેાભિત કરવામાં આવ્યા અને એક ઉચ્ચ સિહાસન પર ધમ અને સમાજના નાયક સ્વર્ગીય આચાર્યાં મહારાજશ્રીની સુંદર મૂર્તિને પધરાવવામાં આવી. જીરા અને પટ્ટી આદિ શહેરની ભજન મંડળીઓ તથા અન્ય આગેવાના ઉત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યા.
અષ્ટમીના દિવસે પ્રાતઃકાળે સભામડપમાં જૈન, વૈશ્નવ, આ સમાજી, શિખ અને મુસલમાન, હરસમાજના સજ્જન સ્ત્રીપુરુષા આવવા લાગ્યાં. સભામંડપ જનતાથી ખીચાખીચ ભરાઈ ગયા. કસૂરના પ્રસિદ્ધ ગૃહસ્થના સભાપતિ