________________
શાન્તિ અને જયંતી
અટકી ગયા. બધા જોઈ રહ્યા, શું થાય છે તે.
''
કસૂર શ્રીસંઘના આગેવાન મહાનુભાવા ! સાંભળે!” મહારાજશ્રી ખેાલી ઊઠયા.
૧૦૫
‘ ગુરુદેવની જયંતી આવે છે. મેાટા ઠાઠમાઠથી તે ઉજવવાની તમારી ભાવના પ્રશસનીય છે. તે માટે તમે તા ગામેગામ નિમંત્રણ મેાકલ્યાં છે અને અઠવાડીયામાં તા કસૂરની બજારમાં શ્રદ્ધાળુ ભાઈબહેનેાનાં ઝુંડના ઝુંડ ઊતરી પડશે.
ઃઃ
પણ ગૃહસ્થા, મને એક વાત ભારે મૂંઝવી રહી છે, મને સુખે નિદ્રા નથી આવતી, ગોચરી પણ હું શાંતિથી નથી લઈ શકતા.”
મહારાજશ્રી, એવી તે શું મૂંઝવણ છે.’ એક ગુરુભક્ત ખાલી ઊઠયા.
66
ભાઈ આ, શું કહું ! તમારા શ્રી સંઘને કલેશ— વર્ષોના તમારા કુસંપ મને હુ જ સાલે છે. ગુરુદેવની જયંતી આપણે કથા મેાઢે ઉજવીએ !
“ જે સમાજમાં–જે નગરમાં—જે ફામમાં-જે જ્ઞાતિમાં કે જે કુટુબમાં કુસંપ પેઠે તે તેના સર્વથા નાશ કર્યાં વિના નથી રહેતા. તેના સમાજવિકાસ રૂંધાય છે. હું જોઉં છું કે તમારા કસૂરમાંથી લક્ષ્મી રિસાઈ જવા લાગી છે, વેપાર પણ જવા બેઠા છે. તમે સપને સાધી લક્ષ્મીને મનાવી લાવેા, ધર્મના ઉદ્યોત સાધા.
‘ગુરુદેવના પુણ્ય પ્રતાપે તમે જે જનધર્મ પામ્યા તે પ્રભાવી પુરુષની જયંતી હું કુસંપમાં ન ઊજવી શકું.