________________
૧૦૪
ધર્મવીર ઉપાધ્યાય અહીંથી વિહાર કરી રામનગર આવ્યા. લા. લદ્ધશાહ તથા લા. કુલયશરાયની પ્રાર્થનાથી એક સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું. અહીંથી અકાળગઢ અને પપનાખા આદિ ગામમાં ધર્મોપદેશ આપતા તેઓ ગુજરાનવાલા પધાર્યા.
અહીં શ્રી મહાવીર જયંતીનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યું. મંદિરમાં પૂજા ભણાવવામાં આવી તેમજ ગરીબને ભેજન આપવામાં આવ્યું. બપોરના બ્રહ્મઅખાડામાં સભા-મંડપ તૈયાર કરવામાં આવ્યા હતા ત્યાં હજારો ભાઈબહેનની ઠઠ જામી. વિદ્વાન વર્ગ અને અધિકારી વગે પણ સારી હાજરી આપી. સંગીત મંડળીઓ ભજન ગાયાં અને મહારાજશ્રીએ ભગવાન મહાવીરના ચરિત્ર પર રેચક અને પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું. જનતા પર કાફી પ્રભાવ પડ્યો. અહીંથી વિહાર કરી લાહોર થઈને મહારાજશ્રી કસૂર પધાર્યા. આપનું ખૂબ સુંદર સ્વાગત થયું. હંમેશાં વ્યાખ્યામાં જૈનનેતર ભાઈઓની મોટી ભીડ રહેતી. ચાર પાંચ અકાલી શીખ તો મહારાજશ્રીના જાણે ભક્ત બની ગયા હતા. મુસલમાન ભાઈઓ પણ આવતા હતા.
ગુરુદેવની જયંતીને ઉત્સવ આવે. તેની તૈયારી થવા લાગી.
વ્યાખ્યાન ચાલે છે. આગેવાનો બધા બેઠા છે. જેનેતર ભાઈઓ મોટી સંખ્યામાં આવ્યા છે. બહેને પણ ઘણ હાજર છે.
વ્યાખ્યાનમાં ખૂબ શાન્તિ છે. મહારાજશ્રી એકાએક