________________
૧૦૦
ધર્મવીર ઉપાધ્યાય
“ધર્મલાભ ! આવ્યા કે ! બહુ જલદી આવ્યા! સારું ! બેસે.” આદરભાવપૂર્વક પાસે બેસાડીને પછી કહેવા માંડયું.
“જુઓ ભાઈ! હું તે શું સાધુ, અમારે તમારા ગૃહસ્થના કામમાં પડવું ન જોઈએ, પણ આપદ્ધર્મ પણ આવે છે. આજે મને સાંભળીને દુઃખ થાય છે કે તમે કા-ભત્રીજે વર્ષોથી લડે છે. તમારા જેવા જુવાનને તે શેભે ! હજી તો આ વાત ચાલે છે ત્યાં કાકાએ પગ મૂક્યો અને વંદન કર્યું. ભત્રીજાને મહારાજ પાસે જઈ કાકાને આશ્ચર્ય થયું અને તે બીજા મહારાજ પાસે જવા લાગ્યા.
કેમ લાલાજી! બેસે બેસે, આ તમારા ભત્રીજા કે?” લાલાજી હવે શું બેલે ! બેસવું પડ્યું.
“જુઓ લાલાજી ! મારે તમારે ત્યાંથી કાલે ગોચરી લેવાની છે ને! અને તમારા ભત્રીજાને ત્યાંથી પણ લેવાની છે. હવે ઘણાં વર્ષો થયાં. આપસમાં આ ન શોભે. મનદુખ બન્ને ભૂલી જાઓ અને આજથી એકબીજાના સુખે સુખી ને દુઃખે દુઃખી થાઓ. હું તે નિમિત્ત માત્ર છું, પણ મને આ કલેશથી દુઃખ થાય છે.” મહારાજશ્રીના શબ્દોથી બન્નેની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં.
“મહારાજ, આપની આજ્ઞા શિરોધાર્ય છે. અમે બન્ને આપની આજ્ઞાથી વિદ્વેષ કાઢી નાખીએ છીએ. આપ ભલે અહીં પધાર્યા.”
ચાલે આનંદ થયો. હવે તો મારે કાલે ગોચરી આવવું જ પડશે.”
બંનેને વિદાય કર્યા. બીજો દિવસ થયો.