________________
અભુત જાદુગર
મહારાજશ્રી, આપ અમારા ગામમાં પધાર્યા તેથી અમને બહુ જ આનંદ થયો. આપે બજારમાં વ્યાખ્યાનો આપ્યાં, આર્યસમાજ મંદિરમાં પણ વ્યાખ્યાન આપ્યું અને ખરેખર અમારા ઉપર આપે અત્યંત ઉપકાર કર્યો, પણ મહારાજશ્રી મારી એક વિનતિ સાંભળશે?” એક યુવાને મહારાજશ્રીને પ્રશ્ન કર્યો.
અરે હા ! શા માટે નહિ! એક શું અનેક વાત સાંભળવા તૈયાર છું! જે આ કાયાથી કોઈપણ જીવનું કલ્યાણ થતું હોય તો જરૂર કરીશ.” મહારાજશ્રીએ જવાબ આપ્યો.