________________
ધર્મવીર ઉપાધ્યાય છે. મેં જૈન ધર્મનાં પુસ્તક વાંચ્યાં છે. જૈન ધર્મ ભારત વર્ષના મુખ્ય ધર્મોમાંનું એક છે. જે ભારતવર્ષમાં જૈન ધર્મને અધિક પ્રચાર ન હોત તે અહિંસાનું નામનિશાન મટી જાત. જૈન ધર્મના સાધુ પવિત્ર, સદાચારી તેમજ કંચન અને કામિનીના ત્યાગી હોય છે.
મેં જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિનું જીવનચરિત્ર વાંચ્યું છે. તે અદ્વિતીય વિદ્વાન હતા. તેમની ધારણાશક્તિ કેટલી બધી ઉચ્ચ અને તેજ હતી તે કહેવું મુશ્કેલ છે. તેમણે પોતાના સ્વલ્પ જીવનમાં સાડાત્રણ કરેડ ગ્લૅક વિવિધ વિષય પર બનાવ્યા છે.
'“સંસ્કૃત સાહિત્યમાં એ કઈ વિષય બાકી નથી જે વિષય ઉપર તેમણે પુસ્તક ન લખ્યું હોય.”
આ પછી સભા વિસર્જન થઈ. સ્થાનકવાસી મહારા જથી તે આવ્યા નહિ અને જ્યારે પૂછાવ્યું ત્યારે જવાબ મળે કે અમારા ગુરુની આજ્ઞા મંગાવ્યા સિવાય અમારાથી ન અવાય.
જહેમમાં મહારાજશ્રીના પ્રયાસથી શ્રી આત્માનંદ જેન સભાની સ્થાપના થઈ. ઘણા ભાઈબહેનેએ વિદેશી ખાંડને પરિત્યાગ કર્યો. હેલમથી વિહાર કરી મહારાજશ્રી પિન્ડદાદનખાં પધાર્યા. પ્રત્યેક જાતિના લોકોએ પ્રવેશમાં ભાગ લીધે. આપ ત્યાંના ક્ષત્રિય બા. નાનકચંદજીના મકાનમાં ઊતર્યા.