________________
સાધુતાના સંદેશ
“જૈન ધર્મ એ સત્ય ધર્મને શબ્દાર્થ છે. જ્યારે જગતમાં હિંસાનું સામ્રાજ્ય હતું ત્યારે અહિંસાને ગગનભેદી સંદેશ સંસારની શેરીએ શેરીએ અને ગામેગામ ભગવાન મહાવીરે ફેલા. દુઃખી જગતને શાંતિ પાઠ આગે અને આ જગતના જીવન-કલહમાંથી છૂટવાનો એક માત્ર માર્ગ (નિવૃત્તિપરાયણ જીવન) ની ભેટ આપી. આ શરીર તે એક ભાડૂતી ઘર છે. તેને છોડીને બધાને ચાલ્યા જવાનું છે. આત્મા પોતપોતાના કર્મને ભક્તા છે. ઊંચાં કર્મ વાળે ઉચ્ચ ગતિ મેળવશે, નીચ કર્મવાળો નીચ ગતિ મેળવશે. સંસારના બધા જ સમાન છે. જૈન ધર્મનો સંદેશ અહિંસા, સમાનતા, દયા અને શાંતિમાં આવી જાય છે. પ્રાણીમાત્રનું કલ્યાણ એ મહાન સૂત્ર જગતને જૈન ધર્મો આપ્યું છે.”
આ પ્રમાણે વિવિધ દુષ્ટતેથી લોકોને પ્રભાવિત કરી દીધા.લોકેએ તાળીઓના ગડગડાટથી મહારાજશ્રીની વાણીને વધાવી લીધી.
પ્રમુખ શ્રી લા. ઠાકુરદાસજીએ સમાલોચના કરતાં જણાવ્યું –
મહારાજશ્રીના આ ઉદાર વિચારથી તથા તેમની મધુર વ્યાખ્યાન શૈલીથી હું મુગ્ધ થયો છું. મહારાજશ્રીએ અનેક દૃષ્ટાંત આપી આપણને બધાને પોતાના બનાવી દીધા છે.
“જે કે હું આર્યસમાજી છું અને વૈદિક ધર્મ પર વિશ્વાસ કરવાવાળો છું; તથાપિ જૈનધર્મ પર મને બહુ પ્રેમ