________________
ધર્મવીર ઉપાધ્યાય
અહીં સાથે રહેલા શ્રી સમુદ્રવિજયજીએ સ્થાનકવાસી સાધુશ્રી લક્ષ્મીચંદજી મહારાજને મળતાં સુખશાતા પૂછી.
“જી હા! આ૫, ગુરુવર્ય સુખશાતામાં કે !” શ્રી લક્ષ્મીચંદજી મહારાજે વિનય કર્યો.
“આપે જાણ્યું હશે કે આજે ગુરુમહારાજ જહેલમ નદીના તટ પર જાહેર વ્યાખ્યાન આપવાના છે. અને આ
ચર્યની વાત તો એ છે કે તેના સભાપતિનું સ્થાન આર્ય સમાજ નેતા લા. ઠાકુરદાસજી લેવાના છે.” સમુદ્રવિજયજી મહારાજે જણાવ્યું.
શું કહો છે ! સાચી વાત છે !” લહમીચંદ્રજીએ આશ્ચર્ય જણાવ્યું.
હા ! હાતદ્દન સાચી વાત–અને મારી તે વિનતિ છે કે તમે તમારા ગુરુશ્રી સાથે ત્યાં પધારે. આનંદ થશે, ધર્મની પ્રભાવના થશે.” સમુદ્રવિજયજીએ આમંત્રણ આપ્યું.
“આપની વાત તો સારી છે, પણ હું મારા ગુરુશ્રીને વાત કરીશ અને આજ્ઞા મળશે તે જરૂર આવીશું.”
જહેલમ નદીના તટ પર ભારે ગીરદી જામી હતી. હજારે લેકે વહેલાં વહેલાં આવી બેસી ગયાં છે. સ્વયંસેવકે વ્યવસ્થા જાળવી રહ્યા હતા. લા. ઠાકુરદાસજી મિત્રમંડળી સાથે આવ્યા છે. જૈન શું કે આર્યસમાજ શું! સિખ શું કે હિન્દુ શું! બધા આવ્યા છે અને વચ્ચે મહારાજશ્રી શેભી રહ્યા છે.
મહારાજશ્રીએ “જૈન ધર્મે સંસારને શું આપ્યું તે વિષય પર જોશીલી ભાષામાં વ્યાખ્યાન આપ્યું.