________________
સાધુતાના સંદેશ વાસી શ્રાવક લહેંશાહના મકાનમાં મહારાજશ્રી ઊતર્યા. આ સમયે પ્લેગ ચાલતો હતો. લોકે બહારગામ ગયેલા, પણ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં સારી ભીડ રહેતી. કોંગ્રેસ કમીટીના મંત્રીના આગ્રહથી રામતલઈ જ્યાં દેશના મહાન નેતાઓ વ્યાખ્યાન આપે છે ત્યાં બે સાર્વજનિક વ્યાખ્યાનો થયાં.
અહી ઘણા વખતથી સ્થાનક્વાસી સાધુશ્રી બાલચંદજી સ્થાના પતિના રૂપમાં રહેતા હતા–મહારાજશ્રીને ઈરાદે હતું કે તે સ્થાનકમાં વ્યાખ્યાન આપે. લા. પાલામાલને મહારાજશ્રીએ શ્રી લાલચંદજી મહારાજ તથા આગેવાનોને પોતાની ભાવના જણાવવા કહ્યું પણ સંપ્રદાયના વ્યાહના કારણે મહારાજશ્રીની ઉદાર ભાવના તેઓ ન સમજી શક્યા.
અહીંથી વિહાર કરી વઝીરાબાદ, ગુજરાત વગેરે શહેરોમાં વિચરતા વિચરતા જહેલમના શ્રીસંઘના આગ્રહથી મહારાજશ્રી જહલમ પધાર્યા. સંઘે મહારાજશ્રીનું સુંદર સ્વાગત કર્યું. નગરના દરેક જાતિના લોકોએ પ્રવેશ સમયે ભાગ લીધે. વ્યાખ્યાનોમાં શહેરના દરેક જાતિના લોકે આવવા લાગ્યા. કેટલાક ભાઈઓ પ્રશ્નો પૂછી સમાધાન મેળવવા લાગ્યા. અહીં વસન્ત પંચમીએ મટે મેળો ભરાય છે–તેમાં મહારાજશ્રીને આગ્રહપૂર્વક લોકે બોલાવી ગયા અને ત્યાં મેળામાં હજારો લોકોને સાદી સીધી ભાષામાં ઉપદેશ આપ્યો. જૈન સાધુને મેળામાં વ્યાખ્યાન આપતા જોઈને બીજા સાધુબાવાઓ વગેરે દિંગ થઈ ગયા. અઢારે વર્ણના લેકે મહારાજશ્રીની મધુર મીઠી વાણી સાંભળી મુગ્ધ થઈ ગયા.