________________
સાધુતાના સંદેશ
તેઓએ કહ્યું : “મહારાજશ્રી, આપ જેવા મહાત્મા અમારા શહેરમાં પધાર્યા એ અમારું સૌભાગ્ય છે. અને હવે કલેશ રહે તે ઠીક નહિ.” મહારાજશ્રીએ જણાવ્યું;
મારી તે એજ ઈચ્છા છે. તમે ખાતરી રાખે ! હું તે કઈ પણ જગ્યાએ કુસંપ જોઈ જ શકતું નથી. મારે અંતરાત્મા તેનાથી વલેવાઈ જાય છે. તમે નહિ હું જ તે માટે શરૂઆત કરવા તૈયાર છું. સાંભળે! દેશ, જાતિ અને સમાજને ઉન્નત બનાવવામાં મિલાપની પૂરી આવશ્યક્તા છે, પણ અભિલાષાને કાર્યરૂપમાં લાવવા પ્રયત્ન કરવો જોઈએ.”
બન્નેએ કહ્યું “ગુરુદેવ! અમારી પણ એ જ ઈચ્છા છે. જ્યારે હિન્દુ-મુસલમાન આપસમાં મળી રહ્યા છે તો વીર પ્રભુના ભકતો અમે કેમ ન મળીએ!”
મહારાજશ્રીએ કહ્યું: “ત્યારે હું જ શરૂઆત કરું છું. કાલે જ તમારા સાધુ મહારાજ શ્રી. મોતીલાલજી સ્વાલકેટથી આવે છે. હું મારા શ્રાવકેને કહું છું કે તેઓ તેમનું સ્વાગત કરવા જશે, તેમનું વ્યાખ્યાન સાંભળશે, તેમને આહારપાણી વહોરાવશે અને તેમને વિદાય પણ આપશે. આ રીતે કોઈ પણ સાધુ-સાધ્વી આવે તે તે પ્રમાણે વ્યવહાર કરશે, પછી મેળ થતાં વાર કેટલી! હું તે સ્થાનમાં આવીને પણ ઉપદેશ આપી શકું છું. મનુષ્ય માત્રને ઉપદેશ કરે અને સન્માનદશક થવું એ અમારું પ્રથમ કર્તવ્ય છે. બેલે, શું વિચાર કરે છે! ”
બન્ને આગેવાને મહારાજશ્રીના આ વચનો સાંભળી ચૂપ થઈ ગયા. શું બોલે ! છેવટે ધીમેથી બોલ્યા, “મહારાજ આપનું કહેવું તે યથાર્થ છે.”