________________
૯૦
ધર્મવીર ઉપાધ્યાય દ્વેષ બુદ્ધિથી નહિ, માત્ર પ્રેમભાવે જ કહું છું. હજારો લેકે આપની આજ્ઞામાં છે. આપ જો ત્યાજ્ય વસ્તુઓ છેડે તે અનુયાયીઓ તે જરૂર છેડે. વિદેશી ખાંડ પણ ત્યાજ્ય થાય છે. વળી એક વાત રહી જાય છે. જે કપડા પર એક ખૂનને ડાઘ પડે તો તે કપડાથી કરેલી નમાજ ખુદાને મંજૂર નથી થતી. હું તે સાચી વાત કહેવામાં શરમ નથી માનતે. આપ ખુદાના સાચા પીર થવા માગે છે, નમ્ર છે, સરલ છો, અને શાણું છે, તેથી જ આટલું કહે છે. વળી મારી જીદ પણ નથી. તમને જે રૂચે તે ગ્રહણ કરે, બાકી મારી પાસે છેડી જશે. માફ કરશે, આપને તકલીફ થઈ હોય તો!” મહારાજશ્રીએ સાફ સાફ શબ્દોમાં મિણ ઉપદેશ આપ્યો.
તમારી વાત મંજૂર છે. મને ખૂબ આનંદ થયે. આજથી ત્યાજ્ય વસ્તુઓનો ત્યાગ કરીશ.”
જમ્મમાં સ્થાનકવાસી સમાજ અને મૂર્તિપૂજક સમાજમાં કલેશ હતે. એક દિવસ સ્થાનકવાસી સમાજના આગેવાને માજી દીવાન લા. વિષ્ણુદાસજી તથા લા. કાશીરામજી મહારાજશ્રીની પાસે આવ્યા. વંદણા કરી તેઓએ જણાવ્યું, “મહારાજશ્રી, અમારા વચ્ચે આ કલેશ મટે જોઈએ, અમને એથી દુઃખ થાય છે.”
મહારાજશ્રીએ જણાવ્યું : “તમારા જેવા આગેવાનેને દુઃખ થવું જ જોઈએ, પણ માત્ર વાતોથી કલેશ ન મટી શકે. તે માટે બને સમાજના ભાઈઓએ પ્રયત્ન કરવું જોઈએ.” .