________________
૮૮
ધર્મવીર ઉપાધ્યાય અમારા જેનોથી કેમ વપરાય? આ ઉપદેશ તે જરૂરી છે.” મહારાજશ્રીએ સ્પષ્ટતા કરી.
“પણ મહારાજ, તમે બીજે પણ ઉપદેશ કરે છે?”
“હા! હા! અમારે તે ધંધે જ છે ઉપદેશ કરવાને. માંસમદિરાથી આત્મા કલુષિત થાય છે, જીવન શુદ્ધ નથી થઈ શકતું. જ્યારે કુદરતે હજારે મેવા-મીઠાઈ, ધનધાન્ય, ફળફૂલ આપ્યાં છે તે પછી જીવતાં પ્રાણીઓની હિંસા શા માટે કરવી જોઈએ ! આપણામાં જે જીવતત્વ છે તે જ જીવતત્ત્વ પ્રાણીઓમાં છે!” મહારાજે અહિંસાની વ્યાખ્યા કરી.
“ક્ષમા કરે કૃપાનિધાન! મને ક્ષમા કરે. હું તે આવ્યું હતું તપાસ કરવા કે અહીં રાજદ્રોહને શો ઉપદેશ ચાલે છે, પણ આજે તે હું આપની વાણી સાંભળી પવિત્ર થયો. મને તે આજે પરમ શાંતિ થઈ. મને જ આપ આપને શિષ્ય માને ને માંસાહારની પ્રતિજ્ઞા આપે.” થાણેદાર ગળગળા થઈ ગયા.
“મને પણ ચામડાના જેડા ન પહેરવાની પ્રતિજ્ઞા આપ! ” લાલા અમીચંદજી બેલ્યા.
“ધન્યવાદ ! તમે ભદ્ર પુરુષે છે. તમારું કલ્યાણ થશે.” મહારાજશ્રીએ આશીર્વાદ આપે. બને નમસ્કાર કરીને ગયા અને પરમ શાંતિ અનુભવવા લાગ્યા.
એક દહાડે એક પીર સાહેબ આવ્યા. એમને જોઈ તેઓ બોલી ઊઠયા :
“પધારો પીર સાહેબ ! આપ આનંદમાં કે ! અહીં
તેરા માલી
વાર સ:હેમ