________________
ધર્મવીર ઉપાધ્યાય ગુરુકુળ મારા જીવનનું મહદ્ કાર્ય છે. તેની ખાતર થાય તેટલી તપશ્ચર્યા કરવાની તમન્ના જાગી છે.”
શ્રી સંઘના સર્વ ભાઈબહેને ગદગદિત થઈ ગયાં. હર્ષાશ્રુની ધારા વહી નીકળી. મહારાજશ્રીના ત્યાગની ભૂરિભૂરિ પ્રશંસા થવા લાગી. શ્રી સંઘ પણ પ્રતિજ્ઞા સાંભળી વિચારમાં પડી ગયે. કાંઈક કરવું જોઈએ તેવા પવિત્ર વિચારે લઈ ને સભા વિસર્જન થઈ.