________________
૮૨
ધર્મવાર ઉપાધ્યાય સભામાં જ તે એકાએક ઊભું થઈ ગયું. લેકને આશ્ચર્ય થયું કે જરૂર મહારાજશ્રીને આ ગુપ્તચર જે જણાતે માણસ રાજદ્રોહી ભાષણને બહાને હેરાન કરવાને મનાઈહુકમ લઈ ઊભે થયા હશે. કેમાં જરા ઉશ્કેરણું આવી ગઈ પણ મહારાજશ્રીએ બધાને શાંતિ રાખવા કહ્યું અને પેલા ગુપ્તચરને કહ્યું: “કહો, મહાનુભાવ શું કહેવું છે ! મારા વ્યાખ્યાનમાં રાજદ્રોહની ગંધ આવે છે ખરી ! અને તમારી શાણી સરકારને એમ લાગતું હોય તો ચાલે તૈયાર છું.”
ગુપ્તચર તો બિચારો આભો બની ગયે. બોલ્યો, “કૃપનિધાન, તમે તે મારા પરમ ઉપકારી ગુરુ છે. ધન્ય આપને! આપના ઉપદેશામૃતનું પાન કરીને હું તે ધન્ય ધન્ય થઈ ગયો. કલ્યાણ થજે તે ભાઈનું જેણે આપના વિરુદ્ધ થાણામાં ખબર મેકલી! એમ ન થયું હોત તે આ પાપીનું કલ્યાણ ક્યાંથી થાત! આપના દર્શન અને આપના ઉપદેશને લાભ ક્યાંથી મળત! મારા જેવા પાપીનો ઉદ્ધાર કરે.”
મુસલમાન ભાઈઓ, પીર સાહેબના શિષ્યો અને ત્યાં બેઠેલા જેનજનેતર ભાઈઓ તો દિંગ બની ગયા, આશ્ચર્ય ચકિત થઈ ગયા અને મહારાજશ્રીના પ્રભાવની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા. - આ ચાતુર્માસમાં જે જે પુણ્યકાર્યો થયાં, તે પ્રશંસનીય ગણાય.માંસ-મદિરાનો ત્યાગ, સ્વદેશી વસ્ત્રની પ્રતિજ્ઞા વગેરે કાર્યથી આનંદ આનંદ વતી રહ્યો.
કાર્તિક સુદ ૧૫ ના દિવસે અહીંથી વિહાર કર્યો.