________________
રાજદ્રોહની ગંધ
૧
દીઠ વહેંચ્યા. આખા નગરમાં કાઈ પણુ ભગી—ચમાર બાકી ન રહ્યા. બધા દેવસ્થાનામાં એકએક રૂપિયા ભેટ ધર્યું. આનંદમંગળ થઈ રહ્યો. હુની લહેર આવી ગઈ.
ચાતુર્માસમાં તેઓશ્રીના વ્યાખ્યાનમાં હજારો લોકો જમા થતા હતા. હિન્દુ, મુસલમાન, શીખ બધા ભાઇએ આવતા હતા. કેાઈ શુદ્ધ ખાદીનું વ્રત લેતા હતા, કેાઇ મદ્ય છેડતા હતા, કાઈ માંસ છેાડતા હતા, કાઈ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરતા હતા, કાઈ કસાઇનું કામ છેડતા હતા. મહારાજશ્રીના ઉપદેશ પ્રત્યેક સપ્રદાયના લેાકેાને રૂચિકર અને પ્રિય થઈ પડયો હતા.
એ વખતે રાજકીય આંદોલન પણ ઠીક ચાલી રહ્યુ હતું. રાજદ્રોહના ભય અધિકારીઓને હેરાન કરી રહ્યા હતા. કેઈ દુષ્ટ આદમીએ થાણેદારને ખબર આપ્યા કે જૈન સાધુ રાજદ્રોહનાં વ્યાખ્યાના કરે છે . અને હરી લેાકા તેના વ્યાખ્યાનામાં જાય છે.
સમાચાર પહેાંચતાં જ એક ગુપ્તચરને વ્યાખ્યાનમાં મેકલવામાં આવ્યેા. ગુપ્તચર આઠ દિવસ આવતે રહ્યો અને વ્યાખ્યાનની નોંધ લખતા લખતા બિચારા થાકી ગયા. વ્યાખ્યાનમાં અહિંસા, ધર્મ, શુદ્ધ વ્યવહાર, શુદ્ધ ખાદીમાં અહિંસા, જીવ પ્રત્યે પ્રેમભાવ, હિન્દુ-મુસલમાન શીખ બધાની ઐક્યતા તથા પવિત્ર જીવનની વાતે સાંભળી પેલે ગુપ્તચર પણ દિંગ થઈ ગયેા.
તે બિચારે પણ મનુષ્ય હતા. પત્થર પણ પીગળે એવી વાણી જ્યાં ચાલતી હૈાય ત્યાં મનુષ્યનું શું ગજું !
ૐ