________________
અહિંસાનો પ્રચાર
આ ઉપરાંત ઘણુએ વિદેશી ખાંડને ત્યાગ કર્યો. શુદ્ધ સ્વદેશી વસ્ત્રનું વ્રત ઘણાએ લીધું, ઘણાએ મદિરાત્યાગ કર્યો, ઘણાએ આજીવન માંસાહાર છોડ્યો.
ગુરુદેવ વિજયવલ્લભસૂરિજી અંબાલામાં બિરાજ્યા હતા. સનખતરાના હિન્દુ-મુસલમાન ભાઈએ આવી પહોંચ્યા ગુરુદેવ પાસે મહારાજશ્રીના ચાતુર્માસ માટે પ્રાર્થના કરી. ગુરુદેવે આનંદપૂર્વક આજ્ઞા આપી અને બધા ભાઈઓ ખુશી ખુશી થઈ ગયા.
તે પ્રમાણે મહારાજશ્રીએ વિહાર કર્યો. નારાવાળથી કિલા સભાસિંહ આવ્યા. અહીં લાલા સદાનંદજીના પરિશ્રમના સ્મરણરૂપ એક જિનમન્દિર છે. સ્વાલકેટનિવાસી લાલા પન્નાલાલજીના ઉદ્યોગથી જાહેર વ્યાખ્યાન થયું. દરેક જાતિના લોકો વ્યાખ્યાનમાં આવ્યા હતા. અહીંથી વિહાર કરીને આપ નુણાન ગામ આવ્યા. અહીં પણ દરેક જાતિના લોકો વ્યાખ્યાનમાં આવતા હતા.