________________
૭૮
ધર્મવીર ઉપાધ્યાય સિખોની ભજનમંડળી, સનખતરાની હિન્દુ ભજનમંડળી, અને ગુજરાનવાલાની ભજનમંડળી આદિ ભજનમંડળીઓએ ખૂબ આનન્દ ફેલાવ્યો. હજારે લેકમાં ઉત્સાહ ફેલાઈ ગયે. છઠના દિવસે વિરાટ સભા થઈ અને ગુરુમહારાજના પરમભક્ત વૃદ્ધ શ્રાવક લાલા અનન્તરામજી સનખતરાનિવાસીએ સભાપતિનું સ્થાન લીધું.
ભજનમંડળીઓએ લોકોને મુગ્ધ કરી દીધા. ગુરુમહારાજે ઓજસ્વિની ભાષામાં ગુરુદેવના સ્મરણે અને જીવન વિષે પ્રકાશ ફેંક્યો. શ્રેતાઓ પર ભારે અસર થઈ
નારીવાલના ઉપદેશની કેવી સુંદર અસર થઈ, એ નીચેના દ્રષ્ટાંતથી જણાશે.
એક અકાળી સિખભાઈને ત્યાં લગ્નને પ્રસંગ હતા. વિવાહમાં જાનને માટે કેટલાંક બકરાં રાખવામાં આવેલાં. આ ભાઈ હમેશાં વ્યાખ્યાનમાં આવતા. મહારાજશ્રીને વ્યાખ્યાનની તેમના ઉપર ભારે અસર થઈ. તેમણે પોતાની જાતિના લોકો અને સંબંધીઓને બોલાવી કહ્યું
ભાઈ, મારાથી આ કામ નહિ થાય. મારા હૃદયમાં એ કઠોરતા નથી. આવા નિરપરાધી ને જીભના સ્વાદ ખાતર વધ નહિ કરી શકું. તે મારાથી બનશે જ નહિ. તમે બીજી વસ્તુઓ મીઠાઈ વગેરેથી બધાનું સ્વાગત કરી શકે છે. તમને દુઃખ લાગે તે હું લાચાર છું, પણ મારાથી એ પાપકૃત્ય હવે નહિ જ થાય.”
બસ. પછી શું પૂછવું? જેને અભયદાન મળી ગયું.