________________
રાજદ્રોહની ગંધ
અહીંથી વિહાર કરી આપ સનખતરા પધાર્યા. સનખતરાના લકે તે પોતાની ભાવના સફળ થયેલી જોઈને આનંદિત થયા. તેઓને પ્રવેશ ખૂબ ધૂમધામથી કરાવ્યો. પ્રત્યેક સંપ્રદાયના લોકેએ હાર્દિક સ્વાગત કર્યું. સેંકડે લકે વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. ચાતુર્માસમાં ધર્મની પ્રભાવના થઈ. જૈન સમાજમાં તથા અન્ય સંપ્રદાયમાં જાગૃતિ આવી.
પ્રવેશના દિવસે લાલા હરિશ્ચન્દ્રજી લક્ષ્મણદાસજી અમૃતસરનિવાસી પણ પ્રતિજ્ઞા પ્રમાણે આવી પહોંચ્યા. ભગવદ્ભક્તિ, પ્રભાવના અને સાધમીવાત્સલ્ય ઉત્સાહપૂર્વક કર્યું.
સાધમી વાત્સલ્યમાં હિન્દુ-મુસલમાન ભાઈઓને પણ પ્રીતિભેજન કરાવ્યું તથા આખા નગરમાં ૫-૫ લાડુ ઘર