________________
ધર્મવીર ઉપાધ્યાય
“મહાનુભાવ, આપણે સંસારમાં પુણ્ય કમાવા આવ્યા છીએ. આ સંસાર એક જીવનને ધન્ય બનાવવાનું સાધન છે, તેને વિચાર કરે! અકબરના જમાનામાં અમારા જગગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ અહિંસાને ઉપદેશ કર્યો હતે. જીવહિંસા બંધ કરવામાં આવી હતી. મારા મુસલમાન ભાઈઓને મારી વિનતિ છે કે તેઓ પણ હિંસાનું કામ છોડી જીવન સફળ કરે. જગતમાં ખુદાએ એવી એવી સુંદર અને મિષ્ટ વસ્તુઓ બનાવી છે, જેના પર જીવનનિર્વાહ ચલાવી શકાય છે, તેથી તંદુરસ્તી પણ રહે છે. જગતના જીવે બધા સમાન છે.” . આ વ્યાખ્યાનની જાદુઈ અસર થઈ. કસાઈઓના નેતા મિયાં ફજલઉદ્દીને પિતાના કસાઈમને ત્યાગ કરી દીધે. આ પુણ્ય પ્રતિજ્ઞાની જનતા પર ભારે અસર થઈ
લોકોએ તેના ઉપર રૂપીઆ વારીને ગરીબોને વહેંચ્યા. લોકો ધન્ય ધન્ય કહેવા લાગ્યા. કસાઈભાઈઓએ મળીને વરસમાં ચાર દિવસ પિતાની દુકાને બંધ રાખવા પ્રતિજ્ઞા કરી અને તે પ્રતિજ્ઞાપત્ર પર સહી કરી મહારાજશ્રીને આપવામાં આવ્યું. ચાર દિવસ નીચે પ્રમાણે રાખવામાં આવ્યા. ૧ સ્વર્ગવાસી આચાર્યશ્રી ૧૦૦૮ વિજયાદસૂરિ મહારાજની - સ્વર્ગતિથિ જેઠ સુદ ૮ ૨ કાર્તિક શુદ૫ ૩ શ્રાવણ વદ ૧૨ પયુષણ ૪ ભાદરવા સુદ ૪ સંવત્સરી