________________
અહિંસાના પ્રચાર
૭૫ નારોવાલ, ગુજરાંવાલા અને ચાલકોટ આદિ શહેરના હજારે ભાઈબહેનો આવ્યાં હતાં.
રથયાત્રા ભારે સમારેહપૂર્વક નીકળી. ભજન મંડબીઓએ પણ લોકોને મુગ્ધ કર્યા. મહારાજશ્રીએ બજારમાં ધર્મના શુદ્ધ સ્વરૂપ ઉપર પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું. લોકોને જમઘટ કીક જાયે હતે.
સખતરાની જનતાએ મહારાજશ્રીને ખૂબ સરસ લાભ લીધો. હિન્દુ અને મુસલમાન ભાઈઓએ મહારાજશ્રીને માનપત્ર આપ્યું અને તે પ્રસંગ જૈન સમાજના ઈતિહાસમાં અદ્વિતીય પ્રસંગ ગણાય.
ગૂજરાત-કાઠિયાવાડ તો સાધુ મુનિરાજેથી ભરપૂર છે. ગામે ગામ મુનિમહારાજને ઉપદેશ ચાલે છે. તે ધર્મભૂમિ પણ ગણાય છે, પણ ત્યાંના મુસલમાનો પર આટલો પ્રભાવ કેઈ મુનિમહારાજે પાડ્યો હોય તે જાણમાં નથી. પંજાબ જેવા દેશમાં કસાઈભાઈઓ પર આ પ્રભાવ ભારે પ્રશંસનીય ગણાય.
માનપત્રનો જવાબ આપતાં ગુરુમહારાજે પિતાને વાણી પ્રવાહ ખુલ્લું મૂક્યો. હૃદય હલી ઊઠય. ગુરુમહારાજે ગંભીર નાદથી કહ્યું:
મારા હિંદુ-મુસલમાન ભાઈઓ ! સંસારમાં સુખદુઃખ સર્વ પ્રાણુને સમાન છે. કીડી કે કુંજર, રાજા કે રંક, ધનિક કે ગરીબ, સાધુ કે ફકીર બધામાં એક જ આત્મા છે. કેઈ પણ જીવની હિંસા કરવામાં આપણા પિતાના આત્માની હિંસા કરવાં જેટલું જ પાપ થાય છે.