________________
જૈન મહાસભાની સ્થાપના
૭૩
વસ્ત્રમાં સજજ થઈ સફેદ સાગર સમાં શેભી રહ્યાં હતાં. એક પણ બાળક એવું ન હતું, જેણે શુદ્ધ સ્વદેશી વસ્ત્ર ન પહેર્યું હોય. ગુરુદેવના ખાદીપ્રેમના પ્રભાવ રૂપ આ દશ્ય અનેપ્યું હતું. એવું દશ્ય હવે તે ભૂતકાળનું સ્વમ બની ગયું. ગુરુદેવના ચરણોમાં છેડે સમય રહી મહારાજશ્રીએ ગુરુદેવની આજ્ઞાથી તેઓશ્રીની જન્મભૂમિ જમ્મુની તરફ વિહાર કર્યો.