________________
૭૨
ધર્મવીર ઉપાધ્યાય
સાધુ અને જૈન ધર્મની વાત સમજાવી. બધા લેકે આ સાધુને વંદન કરવા લાગ્યા. લેાકેાને આન થયા.
પછી તે અહી બજારમાં એ જાહેર વ્યાખ્યાના થયાં. લાકાએ સારા લાભ ઉઠાવ્યે. અહીથી ખાનગાહ ડાગરાં આવ્યા. અહીં પણ વ્યાખ્યાને થયાં. અહીથી લાહાર પધાર્યાં. લાહેારમાં સામાજિક સુધારા વિષે ઠીક ઠીક પ્રચાર થા.
લાહારથી વિહાર કરી મહારાજશ્રી અમૃતસર, જડિચાલા, જાલંધર-કરિપુર આદિ નગરામાં ધર્મોપદેશ આપતા આપતા આદમપુર આવી પહાચ્યા.
બીકાનેરથી વિહાર કરીને પૂજ્ય ગુરુદેવ, ૫. શ્રી લલિતવિજયજી તથા ૫. શ્રી વિદ્યાવિજયજી, તપસ્વી ગુણવિજયજી, શ્રી વિચારવિજયજી, શ્રી ઉપેદ્રવિજયજી, શ્રી પ્રભાવિજયજી વગેરે પરિવાર અહી આવ્યેા હતા. વરકાણા પછી ગુરુદેવનાં અહી દન કરતાં શ્રી સાહનવિજયજીને અપૂર્વ આનદ થયા. ૫ જામના શ્રી સંઘના ઉત્સાહ અજબ હતા. ૧૨-૧૩ વર્ષ આદ્ય ગુરુદેવ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજ પંજાબમાં પધાર્યા હતા. ગુરુદેવના પ્રથમ પ્રવેશ હોશિયારપુરમાં કરાવવા માટે શ્રી. લાલા દોલતરામજી ખૂબ પ્રયાસ કરતા હતા, અને પંજાબનાં હજારા સ્રીપુરુષા હાશિયારપુર ખાતે ગુરુદેવનાં દન માટે ઉભરાઈ રહ્યાં હતાં.
હાશિયારપુરના ગુરુદેવના પ્રવેશ ભવ્ય હતા. પંજાખના નાનાંમેટાં તમામ સ્ત્રીપુરુષા હશિયારપુરમાં શુદ્ધ સ્વદેશી