________________
પ્રકરણ ૮ મું
લગ્નનું મુહૂર્ત
મહાઅમાત્ય પિતાના એક વિશાળખંડમાં બેઠા હતા. બાજુમાં પાટલીપુત્રના નગર શેઠ ઉદયકાળ બેઠા હતા.
શકટાળના નાના પુત્ર શ્રીયકજીનો વેવિશાળ ઉદયકાળ શેઠની બીજી પુત્રી પ્રિયંવદા સાથે થયા હતા. બંને વેવાઈ લગ્ન વિષે વાતચીત કરવાને જ મળ્યા હતા.
વાતની શરૂઆત કરતાં ઉદયકાળ શેઠે કહ્યું : “શકાળજી! પ્રિયંવદાની ઉંમર વીસ વરસની થઈ ચૂકી છે. શ્રીયજી પણ લગ્નને લાયક થયા છે. પ્રિયંવદાની માતાની ઈચ્છા છે કે, બને તેમ જલ્દી લગ્ન કરવું. તેમની પણ ઉંમર થઈ છે. બાળકોનાં લગ્ન પિતાના હાથે થઈ જાય તે સારૂં, એવી ઈચ્છા દરેક માતા પિતાની હોય છે.'
“ઉદ્યકાળ શેઠ !” શાળ બોલ્યાઃ “ બીયકછ ઉંમર