________________
વિચાર મથન
૪૯
એટલાં બધાં પાપા તેના હાથે થયાં હાય છે, કે બીજા કયાં પાપા કરવાં, તે પણ સૂઝતું નથી. અનેક પાપા કરી ચૂકેલી વ્યકતિ ધર્મના સ્વાદ લેવાને લલચાય છે, તેના હાથે જે ધમ થાય છે, તે સાધારણ વ્યકિતને હાથે થઇ શકતા નથી. તેના હાથે જેટલું પાપ થઇ શકે છે તેટલું જ યપુણ્યને પણ થઇ શકે છે. જ્યારે તે તે ખરેખરા ર્મિષ્ટ બને છે. ત્યારે તે દરેકથી જુદે જ તરી આવે છે.
પાપ પુન્યને માનનાર મહારાણી જ્યાદેવીની સ્થિતિ પણ કાડી થઈ હતી. તેમને ચેન પડતું. નહેાતું. આખી રાતનું જાગરણ હતું. વિચારાની પરપરા અને નિદ્રાદેવીનું જોર એક ઓજાની સ્પર્ધા કરી રહ્યું હતું.
આખરે નિદ્રાદેવીની જીત થઇ. મહારાણી આરામ લેવાને અધ્યે નિદ્રાદેવીને આધીન થયાં.