________________
ભાઈ મફતલાલ તથા રા. રા. કોઠારી રતનચંદજી વિગેરે પણ હાજર હતા.
આ આશીર્વાદ આપ્યા પછી મારા આત્માને વિચાર થયો કે મારા એવા તે સદ્દભાગ્ય ક્યાંથી હોય કે મારી દિકરીના સ્મારક તરીકેની સરસ્વતિ સાહિત્યરત્ન ગ્રંથાવલિના બીજા વર્ષના પ્રારંભમાં શેઠ સાહેબ રા રા. હુકમચંદજીનો ફેટે મુકવા ભાગ્યશાળી બનું તે વખતે મે મારા મિત્ર રા. રા. રતનચંદજી કેડારીને મેં મારી ઈચ્છા જણાવી. અને તે ઈચ્છાને અમલ મારા મિત્રે બરાબર બજાવે અને શેઠ સાહેબે પોતાને ફેટે મુકવા. સારૂ હા. પાયાના સમાચાર અને પત્રકાર આપ્યા. તેથી આજે હું મહામંત્રી શબ્દાળ નામના પુસ્તકમાં તેઓશ્રીનો ફેટે મુકવા ભાગ્યશાળી બન્યો છું તેથી હું મારા મિત્ર રતનચંદજીકઠારીને હું સદા રૂણી છું તેમજ શેઠ સાહેબ સાથે મારો જુને પરિચય જે હતો તે પીચય ને ન સજીવન કરી મારા કાર્યને જે પ્રોત્સાહન આપ્યું છે તેના માટે હું હંમેશાં શેઠજીનો આભારી છું.
શેઠ સાહેબને જુજ પરિચયમાં આવવાથી જ તેઓશ્રીના ધામક જ્ઞાન માટે મને ઘણું માન ઉત્પન્ન થયું. તેમજ જે વખતે હું પ્રથમ ઈન્દર આવેલ તે વખતે તેઓ પર્યુષણ મહાપર્વના ધામી ક દિવસમાં રાત્રીએ પિતાના રંગમહેલના ચોગાનમાં સુંદર મંડપમાં પિતે વાખ્યાન આપતા હતા. અને હું લગભગ એક કલાક સુધી સાંભળી અજબ થયે, આવા કરોડપતિ શેઠમાં આટલી બધે સર સ્વતિને વાસ ક્યાંથી. તે વખતથી જ મને સાહિત્ય માટે તેઓશ્રીની મુલાકાત લેવાની અભિલાષા હતી. પરંતુ કુદરતને તે વખતને ટાઈમ મારા માટે અનુકૂળ નહી હોય. તેથીજ આટલા વર્ષોને વિગ રહો, તે અનુકૂળ ટાઈમ મને મારા કર્મયોગે કુદરતે મેળવી આપ્યો.