________________
મહામંત્રી શાળ
મધુર હોય છે. તે મધુરતાને આ વખતે ઉપયોગ થશે. આ પ્રમાણે એક પછી એક એમ બીજી એ પુત્રીઓ તે લેક બોલી ગઈ. આ વખતે તો વરરૂચિ પણ આશ્ચર્ય ચક્તિ થઈ જવા પામ્યો હતો. તેને તે આ બધું સ્વનવત ભાસતું હતું ભૂમિ માર્ગ આપે તે સમાઈ જવા જેવી તેની સ્થિતિ થઈ હતી. ચહેરા પરનું તેજ હણાઈ જવા પામ્યું હતું. વદનની કાંતિ નાશ પામી હતી. તેના તરફ જોનારને તેની દયા આવવા લાગી. નવા લેક બનાવી એક દ્રવ્ય પ્રાપ્ત કરનાર ગૌરવશાળી વરૂચિ દરેકની નજરે બિચારે જણાવા લાગ્યું. તેનું સખ્ત અપમાન થયું હતું. મહામહેનતે સંપાદન કરેલી કીર્તિ પર પાછું વળ્યું હતું.
મહારાજાએ તેને કહ્યું : “વરરૂચિ ! તું બ્રાહ્મણ છે. નાલંદા વિદ્યાપીઠના અધ્યાપકને સહાધ્યાયી છે. મેં જ તને પાટલીપુત્રમાં આણ્યો છે, એટલે હું તને વિશેષ કાંઈ કહી શકતો નથી. મારે તને શિક્ષા પણ શી કરવી? વિશ્વાસઘાતીને હું સખ્તમાં સખ્ત સજા કરું છું. જે પ્રકારે જેણે વિશ્વાસઘાત કર્યો હોય, તે જ પ્રકારે તેને શિક્ષા કરવામાં આવે છે. તે રાજાને અને રાજ સભાને છેતર્યા છે. રાજની વિદ્યા પ્રિયતાને તેં વિશ્વાસઘાત કર્યો છે. તારી જગ્યાએ જે બીજો કોઈ હોત, તેની જીભમાં હું સેયા ઘલાવત. પણ તે બ્રાહ્મણ છે. મારાથી બ્રાહ્મણ દેહદમનનું પાપ થઈ શકે નહિ. તને ફક્ત એ જ શિક્ષા ફરમાવું છું કે તારે તારું કાળું મેટું લઈ આ રાજદરબારમાં ફરીથી આવવું નહિ.” આ શિક્ષા વરરૂચિ માટે ભયંકર હતી, તેનું જવલંત અપમાન થયું હતું. નીચે મેઢે તેણે રાજ. દરબારમાંથી ચાલ્યા જવું પડ્યું.
તેના ગયા પછી મહારાજાએ પ્રસન્ન થઈ, અમાત્યની