________________
ભૂતકાળની વાતો આપવાને કષાધ્યક્ષને હુકમ કરવા લાગ્યા, ત્યારે મહાઅમાત્ય વચ્ચે જ બોલી ઉઠ્યા : “મહારાજ! આ શ્લેક તે જુને છે,
શા ઉપરથી કહો છો ?” મહારાજાએ પ્રશ્ન કર્યો. “આ લેક તો મારી સાતેય પુત્રીઓને મેંઢે છે.” મહાઅમાત્યએ જવાબ આપે.
આ સાંભળી, મહારાજા તેમજ સભામાં હાજર રહેલા સર્વ જન વિમાસણમાં પડી ગયા. તેમણે આ લેક કઈ પણ ઠેકાણે સાંભળે નહેતો. વરરૂચિ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હતો. લેક પોતે બનાવેલ હેવા છતાં તેને શંકા થવા લાગી.
તમારી પુત્રીઓ અહીં હાજર છે, નહિ, અમાત્યજી?” મહારાજાએ પ્રશ્ન કર્યો. તેમને નિયમ પ્રમાણે સમાચાર આપવામાં આવ્યા હતા કે, અમાત્યની પુત્રીઓ આજે રાજદરબારમાં હાજર રહી છે.
“હા, છ.” અમાત્યએ જવાબ આપે.
તે, તેમની પાસે એક પછી એક એમ આ લેકના પુનરોચ્ચાર કરાવીએ તો કાંઈ વાંધો છે?” મહારાજાએ અમાત્યને માઠું ન લાગે તેવી રીતે પ્રશ્ન કર્યો.
ના, જી. મારી પણ એવી જ ઈચ્છા છે.” અમાત્યએ કહ્યું. તેમના કહેવાને સર્વેએ અનુમોદન આપ્યું.
તે બાદ પડદાની પાછળ રહી, પહેલાં તે કલેક મોટી પુત્રીએ ઉચ્ચાર્યો. એ સાંભળી મહારાજા તેમજ સભામાં હાજર રહેલા સર્વ જન ચક્તિ થઈ ગયા આ વખતે ઉચ્ચારાયેલે લેક સ્પષ્ટ અને માધુર્યથી ભરપૂર હતો. સ્ત્રીકંઠ હંમેશાં