SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ સામાયિક-વિજ્ઞાન બનતે પ્રયત્ન કરીશ” અથવા “આ કાર્ય થવાને સંભવ છે તે આ વચન સાપેક્ષ એટલે અન્ય અપેક્ષાઓ – સંભવિતતાઓને સ્વીકાર કરનારાં ગણાય અને તેમાં બેટા પડવાને વખત આવે નહિ, એટલે આ વાક્યપ્રગ કરે ઈચ્છનીય છે. “વચન-નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન-સાપેક્ષ વ્યવહાર સાચે.” એ પંક્તિઓમાં આ વસ્તુનું નિરૂપણ થયેલું છે. પ્રશ્ન – સામાયિકના સમયમાં એદીની માફક બેસી રહીએ, એટલે અન્ય પ્રવૃત્તિઓ બંધ રહે છે. શું આ સ્થિતિ ઈષ્ટ નથી ? ઉત્તર–સામાયિકના સમયમાં પાપકર્મોથી નિવૃત્ત થવાનું છે અને સ્વાધ્યાયાદિ ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થવાનું છે. એદીની માફક બેસી રહેતાં આ સ્વાધ્યાયાદિ ધર્મધ્યાન નાદિ પ્રવૃત્તિ ન થાય, એ મોટું નુકશાન છે, તેથી એદીની માફક બેસી ન રહેતાં, સ્વાધ્યાયાદિ ધર્મજ્ઞાનની પ્રવૃત્તિ કરવી જોઈએ. સાધનાની સફલતા પુરુષાર્થને આધીન છે, એ ભૂલવાનું નથી. પ્રશ્ન-સામાયિકના સમયમાં નિરંત હેય છે, તેથી એ સમયમાં બેડી ગુલાબી નિદ્રા લઈ લઈએ તે શું ખોટું ? ઉત્તર-નિરાંતને ઉપયોગ ઊંઘમાં કરીએ, તેના કરતાં આત્મવિકાસને લગતી પ્રવૃત્તિમાં કરીએ તે વધારે ડહાપણભરેલું છે. ઊંઘ સામાન્ય હોય કે ગુલાબી હોય, પણ તે
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy