SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ સામાયિકમાં શું ન કરાય? ઉત્તર-રાજાઓના ઐશ્વર્ય, ભેગવિલાસ તથા રૂપશંગાર આદિ સંબંધી કથા-વાર્તા કરવી એ રાજકથા કહેવાય. પ્રશ્ન–તેને વિકથા ગણવાનું કારણ શું છે? ઉત્તર-આવી કથા-વાર્તાઓ સાંભળતાં મનુષ્યનું મન એશ્વર્ય તથા ભેગવિલાસ તરફ આકર્ષાય છે અને તેમાંથી અનેક જાતના અનર્થો પેદા થાય છે, તેથી તેની ગણના વિકથામાં કરવામાં આવી છે. પ્રશ્ન-અપેક્ષારહિત વચન કેને કહેવાય ? ઉતર–જેમાં અન્ય અપેક્ષાઓ-સંભવિતતાઓને નિષેધ કરવામાં આવ્યો હોય, તેને અપેક્ષારહિત વચન કહેવાય. દાખલા તરીકે “આ કાર્ય હું જરૂર કરીશ” અથવા તમારું કાર્ય થશે જ આ વચને અપેક્ષારહિત છે. આપણે એક કાર્ય માટે પેજના ઘડી હેય, બનતે પ્રયત્ન કર્યો હોય અને એમ લાગતું હોય કે આ કાર્ય જરૂર થશે, છતાં છેલ્લી ઘડીએ એવી ઘટનાઓ બને છે કે કાર્ય થાય નહિ.” હાથમાં ગરમ ચાહ કે કેફીને કપ લીધે હોય, અને મઢે માંડવાની તૈયારી હોય, ત્યાં એ કપમાં માખી પડે છે અને ચાહ કે કેફી પીવાનું રખડી જાય છે. તાત્પર્ય કે આ વચન અન્ય અપેક્ષાઓ-સંભવિતતાઓથી રહિત હાઈ ખોટું પડવા સંભવ છે, તેથી નિરપેક્ષ–અપેક્ષાહિત વચનપ્રવેગ કરે નહિ, એવી મહાપુરુષની સલાહ છે. આ સ્થળે જ એમ કહીએ કે “આ કાર્ય માટે હું
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy