________________
સામાયિકમાં શું ન કરાય ?
૧૬૯ એક પ્રકારનું પ્રમાદ છે, એ ભૂલવાનું નથી. ધર્મકિયા મનની સંપૂર્ણ સકૂર્તિથી કરવાના સ્થાને ઊંઘવું કે ઝકાં ખાવાં એ વિવાહમાં વરસી વાળવા જેવી એક મૂર્ખાઈભરી વિચિત્ર વસ્તુ છે. સામાયિકના સમયે ઊંઘ કે કાં ન આવે તે માટે માદક આહારને ત્યાગ કરે જોઈએ. વળી સાદે ખેરાક પણ પ્રમાણુ કરતાં શેડે છે તે જોઈએ. ઊણેદરિકા પણ એક પ્રકારનું તપ છે અને તે સંયમ–સાધનામાં ઘણું ઉપયોગી થાય છે.