SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ [ 3 ] સામાયિક–સારભૂત સુંદર ક્રિયા સામાયિક શ્રદ્ધારૂપ પણ છે, જ્ઞાનરૂપ પણ છે અને ચારિત્ર કે ક્રિયારૂપ પણ છે. તેમાંથી ક્રિયા તરીકે તેની પ્રસિદ્ધિ વિશેષ હોવાથી, પ્રથમ તે સબંધી કેટલીક વિચારણા કરીશું. ગત એ પ્રકરણામાં સામાયિકના મહિમા તથા અ અંગે જે વિવેચન કરવામાં આવ્યું છે, તેના પરથી પાકમિત્રા એટલુ તે સમજી ગયા હશે કે સામાયિક એ જૈન ધર્માંની મહાન સાધના છે, તે સમત્વ કે સમભાવની સિદ્ધિ માટે ચેાજાયેલી છે અને સાધુ-સાધ્વીઓ માટે ફરજિયાત છે.’ સામાયિક વિના સાધુતા નહિ' એ ન્યાયે તો પ્રત્યેક સાધુસાધ્વી સાધુજીવનના સ્વીકાર કરતાં પહેલાં સામાયિકની પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે અને પેાતાના સમસ્ત જીવન દરમિયાન તેના પાલન માટે પ્રયત્નશીલ રહે છે. જો સામાયિકની ક્રિયા સારભૂત અને સુંદર ન હોત તો તેને સાધુ-સાધ્વીઓ માટે આ રીતે ફરજિયાત અનાવવામાં આવી ન હોત.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy