________________
સામાયિક-સારભૂત સુંદર કિયા
૩૫ જે સર્વ શાની દોહનરૂપ કિયાને સારભૂત કહેવાતી હોય તે સામાયિકની કિયા સર્વશાના દેહન રૂપ છે અને જે શુભ કે પ્રશસ્ત પરિણામ લાવનારી ક્રિયાને સુંદર કહેવાતી હોય તે સામાયિકની ક્રિયા શુભ કે અશરત પરિણામ લાવનારી છે.
અહીં કે એમ કહેતું હોય કે “શા તે લાખ કલેકપ્રમાણ છે, તેનું દોહન આ રીતે એક કિયામાં શી રીતે થાય ?” તે ચાર પંડિતની વાત જાણવાથી આ પ્રશ્નનું સમાધાન થશે.
ચાર પંડિતેની વાત એક શહેરમાં ચાર પંડિતે રહેતા હતા. તેમાં પહેલે આ વેદમાં નિષ્ણાત હતા, બીજે ધર્મશાસ્ત્રમાં વિશારદ હતું, ત્રી નીતિશાસ્ત્રમાં નિપુણ હતું અને એ કામશાસ્ત્રમાં પારંગત હતા. આ ચારે ય પંડિતએ પોતપોતાના વિષયને એક મહાગ્રંથ રચવાને વિચાર કર્યો અને તે અનુસાર એક એક લાખ શ્લેકની રચના કરી. પછી તેઓ જિતશત્રુ નામના રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા : “હે રાજન્ ! અમે આ મહાગ્રંથની રચના કરી છે, તે તમે સાંભળો.”
રાજાએ કહ્યું : “કેટલા ફ્લેકપ્રમાણ છે ? ” પંડિતાએ કહ્યું : “દરેક ગ્રંથ લાખ લેકપ્રમાણ છે.”
રાજાએ કહ્યું : “આટલા મોટા ગ્રંશે સાંભળવા બેસું તે મારું બધું કામ રખડી જાય.”