________________
૫૬
ખંડ ૧ લે
હતા. તેમના સમાગમમાં આવતાં બહેચરદાસની ધાર્મિક ભાવના સતેજ થઈ. ચુનીલાલ કાનુનીઓ એ ભાવનાનાં બીજ રોપ્યાં હતાં વિજયધર્મ સૂરિજી દ્વારા એનાં પર અમસિંચન થયાં અને એનું પરિણામ કાઈ અલૌકિક આવ્યું તે આપણે સૌ જોઈ શકીએ છીએ.
બહેચરદાસને મૂળથી જ સંસારની સ્વાર્થધતા ઉપર તિરસ્કાર છુટયો હતો. જીવનમાં કેટલાક દુઃખદાયક પ્રસંગો પણ બની ચૂક્યા હતા. અને આવા પ્રખર મુનિરાજનો સમાગમ થતાં હૈયામાં વૈરાગ્ય જભ્યોએમના હૈયામાં આ સંત પુરૂષની જમાત સાથે કાશી જવાની અભિલાષા જાગી.
પણ માનવીની બધી અભિલાષાઓ ઓછી જ પાર પડે છે? પ્રતિકુળ સંજોગોને અંગે કાશી જવાનું ન બની શકયું. પણ મનમાં એટલી ગાંઠ તો જરૂર વળી કે કાશી જઇને વિદ્યાવ્યાસંગ જરૂર વધારો.
પિતાના મેસાળમાં, બલ્ક અનેક ઘરને પરણું તરીકે–શિયાળું જીવન વ્યતીત કરવામાં એમનો આત્મા રૂંધાવા લાગ્યો હતો. પીંજરનું પંખી પીંજરનાં બંધનમાંથી છુટવા પાંખો ફફડાવી રહ્યું હતું બહારની વિશાળ દુનિયા દેખવાની તમન્ના હૈયામાં જાગૃત થયા કરતી. જગત જાણે સાદ પાડી ન રહ્યું હોય એમ લાગતું. આત્મા પણ બંધનમાંથી મુક્તિનાં તેજ નિહાળવા આતુર થઈ રહ્યો હતો.
કેક કેક વખત કૃપણ નાનાજી (માતાના પિતા) તરફથી નીકળતાં બાણથી આ અઢાર વર્ષના યુવાનની છાતી વીંધાઈ જતી. અને એમ થતું કે અહીંથી હું ચાલ્યો જાઉં. આવા સંજોગોમાં એના બુલાખી મામાં એને આશ્વાસન આપતા. અને ખરેખર બહેચરદાસને બુલાખી